Monday, November 5, 2012

કોમ્પ્યુટરની સ્પીડ ધીમી પડી ગઇ છે, તો અજમાવી જુઓ આ ઉપાયો

કોમ્પ્યુટર ગમે તેટલું નવું, આધુનિક, બ્રાન્ડેડ અને મોંઘુ હોય, થોડા સમય પછી તે ધીમું થઇ જાય છે. તમે તેની હાર્ડ ડિસ્કને ફોર્મેટ કરી દો છો, વિન્ડોઝને ફરી ઇન્સ્ટોલ કરો છો અને ફરી તે ઝડપ પકડી લે છે. પણ બે-ત્રણ મહિના પછી ફરી પરિસ્થિતિ એની એ જ. પણ સાવધાની સ્વરૂપનાં કેટલાક પગલા લઇને તમે કોમ્પ્યુટરની ઝડપને જાળવી રાખી શકો છો.

બહુ વધારે સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવા કોમ્પ્યુટરનાં ધીમા પડવાનાં સામાન્ય કારણોમાંથી એક છે. તેની સાથે જ મોટી સંખ્યામાં ટેમ્પરરી ફાઇલો કે સિસ્ટમ ફાઇલો હાર્ડ ડિસ્કમાં જમા થવાથી પણ કોમ્પ્યુટરની સ્પીડ ધીમી પડી જાય છે. આ ફાઇલો સોફ્ટવેરોનાં ઇન્સ્ટોલેશનની સાથે સાથે ઇન્ટરનેટ સર્ફિંગને કારણે પણ બની જાય છે. વાયરસ, સ્પાયવેર, એડવેર જેવા એપ્લિકેશન અને માલવેર પણ તેમાં મોટી ભૂમિકા ભજવે છે. સાસર જેવા વાયરસ તો તેને એટલું ધીમું કરી શકે છે કે તમે માઉસ પણ ન હલાવી શકો. હાર્ડ ડિસ્કમાં તકલીફ સર્જાવાથી પણ કોમ્પ્યુટર પર કામની સ્પીડ ઘટી જાય છે.
કોમ્પ્યુટરની સ્પીડ ધીમી પડી ગઇ છે, તો અજમાવી જુઓ આ ઉપાયો

જો તમને તમારા કોમ્પ્યુટરની સ્પીડને વરસો વરસ સુધી ટકાવી રાખવા માગો છો તો આ બાબતોનું ધ્યાન રાખો.


1.પોતાની જાતે બનનારી ટેમ્પરરી ફાઇલો (ટેમ્પ)ને કોમ્પ્યુટરમાં સર્ચ કરીને ડિલીટ કરી નાંખો. આ માટે તમે આ પગલાને અનુસરોઃ Internet explorer-Tools-Browsinghistory-Delete.

2.રિસાઇકલ બિન ભરેલી હોય તો તેને ખાલી કરી દો. હાર્ડ ડિસ્ક વધારે ભરાઇ ગઇ હોય તો બિનજરૂરી ફાઇલોને હટાવીને તેમાં ઓછામાં ઓછી ચોથા ભાગની જગ્યા ખાલી રાખો.

3.નોર્ટન, મેકેફી, કેસ્પરસ્કી, એવીજી (મફતમાં ઉપલબ્ધ) માંથી કોઇ પણ સારું એન્ટીવાયરસ ઇન્સ્ટોલ કરો અને પોતાનાં કોમ્પ્યુટરને વાયરસથી બચાવો. આ જ રીતે સ્પાયવેરને હટાવવા માટે 'સ્પાયવેર સર્ચ એન્ડ ડિસ્ટ્રોય' સોફ્ટવેરનો ઉપયોગ કરો

4.હાર્ડ ડિસ્કમાં રહેલા ડેટાને ક્રમવાર જમા કરવા માટે (ડિફ્રેગમેન્ટ) તમે આ સ્ટેપ્સને અનુસરોઃ My computer-Local disk-Right click-Properties-Tools-Defragment now.

5.કન્ટ્રોલ પેનલમાં Add-remove programs દ્વારા એવા બધા સોફ્ટવેરને હટાવી દો, જેમની તમને હવે જરૂર નથી. બહુ ઓછા ઉપયોગમાં આવતા સોફ્ટવેરને પણ તમે હટાવી શકો છો.

6.કોમ્પ્યુટરમાં બધા સોફ્ટવેર સાથે સંબંધિત સૂચના એક જગ્યાએ આવે છે, જેને રજિસ્ટ્રી કહેવાય છે. રજિસ્ટ્રીને સાફ કરવા માટે કોઇ ફ્રીવેર રજિસ્ટ્રી ક્લીનરનો ઉપયોગ કરો, જેથી ત્યાં હટાવાયેલા સોફ્ટવેરનો બિનજરૂરી ડેટા પડ્યો ન રહે.

7.જો કોમ્પ્યુટરમાં રેમ ઓછી છે, તો તેને વધારી દો. એક જીબીની રેમ સારી માનવામાં આવે છે. જો તમે હેવી સોફ્ટવેરનો ઉપયોગ કરો છો, તો રેમને બે જીબીની કરાવી લો. સ્ટાર્ટ અપ શ્રેણીમાં બાટ ડિફોલ્ટ શરૂ થનારા સોફ્ટવેરની સંખ્યાને મર્યાદિત કરી દો. આ માટે કન્ટ્રોલ પેનલ, ટાસ્કબાર એન્ડ સ્ટાર્ટ મેનુ કસ્ટમાઇઝ વિકલ્પોનો પ્રયોગ કરો

8.મારા કોમ્પ્યુટરમાં વરચ્યુઅલ મેમરીનું સેટિંગ જુઓ. તેના માટે કન્ટ્રોલ પેનલમાં System-advanced-performance-settings-virtual memory પર જાઓ. ચેન્જ બટન દબાવીને વરચ્યુઅલ મેમરીનો આકાર મોટો કરી દો. આ મેમરીનો ઉપયોગ રેમનો સંપૂર્ણપણે ઉપયોગ થઇ ગયા પછી વિકલ્પ તરીકે થાય છે
 
 
.